MESSAGE

આદરણીય દાદાજીનો સંદેશ

શ્રી મોહનભાઇ લા. પટેલ

પ્રમુખશ્રી મેનેજીંગ ટ્રસ્ટી

પટેલ કેળવણી મંડળ

જૂનાગઢ

"જો વ્યકતિના ઇરાદા મકકમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે."

 હું મારા સમગ્રજીવનકાળ દરમિયાન ભારતીય કેળવણીનાં મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાથી પ્રેરીત થતો રહયો છું આ શાળા શ્રેષ્ટ કેળવણી માટેના મારા સ્વપ્નની પરાકાષ્ઠા છે. અહી દરેક વિધાર્થીને આધુનિક ટેકનોલોજીની સાથે આત્મવિશ્ર્વાસથી ભરપૂર અને સ્વતંત્ર વિચારસરણીના માલિક બનવાની તાલીમ આપવામાં આવે છે. ઉપરાંત તેમનામાં શિસ્ત સન્માન, શ્રેષ્ઠતા માટેના નૈતિક મૂલ્યો વિકસે તેવી કેળવણી અપાય છે.

 વિધાર્થીઓના સર્વાગી વિકાસનું ભગીરથ કાર્ય કરવા માટે વર્તમાન સમયમાં ચુસ્ત સમયપાલન, સફળ આયોજન, વર્ગખંડમાં નિયમિત હાજરી, પ્રત્યેક કાર્ય ગુણવત્તાસભર કરવાની ચીવટ અને વર્તમાન પ્રવાહોથી સતત માહિતગાર રહેવાની કાળજી દ્બારા પાર પાડી શકાય. પણ આ માટેની આવશ્યક શરતો છે. ગુણવત્તાસભર અને મૂલ્યનિષ્ઠ શિક્ષણને વરેલું સંચાલન મંડળ સંનિષ્ઠ, કૌશલ્યભર અને નિષ્ણાંત શિક્ષકો, અત્યાધુનિક ટેકનોલોજીનો વર્ગખંડમાં ઉપયોગ ત્થા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મૂલ્યો સ્વીકારવાનો અભિગમ.

 હું આપને ખાતરી આપું છું કે શાળામાં અપાતા શિક્ષણનું સ્તર હજુ પણ ઉચ્ચકક્ષાનું થશે તથા કાલરિયા સ્કૂલના વિધાર્થી સમાજમાં પોતાનું ચોકકસ સ્થાન જાતે બનાવી શકે તેવી કેળવણી મેળવશે જ. આ વચન સાથે અમારી પ્રગતિશીલ શાળામાં આપનું સ્વાગત છે.

“Success is the result of perfection, hardwork, Learning from failure loyalty and persistence.”

ઇન્ચાર્જશ્રીનો સંદેશ

ડો.જી.ટી. લાડાણી

ઇન્ચાર્જશ્રી,

શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કૂલ
ગુજરાતી માધ્યમ
જૂનાગઢ.

“ શિક્ષણ એ પાંચ, દશ કે વીસ વર્ષની બાબત નથી, ખરૂ શિક્ષણ પેઢીઓ સુધી ચાલે છે.”

 કાલરિયા સ્કુલ માટે અમારૂ ધ્યેય જવાબદાર અને નિષ્ઠાવાન શિક્ષકો દ્બારા શ્રેષ્ઠ અને આત્મિયતા સભર શૈક્ષણિક વાતાવરણ પુરૂં પાડવાનું છે.

 અમે અભ્યાસની સાથે સહશૈક્ષણિક પ્રવૃતિઓ ત્થા રમતગમત દ્બારા બાળકોનો કાર્યાત્મક, ભાવાત્મક અને સાંવેગિક એમ ત્રિપરિમાણીય વિકાસ કરવામાં માનીયે છીએ. બાળકો શિક્ષણનો સાચો આનંદ માણે અને સુષુપ્ત શક્તિનો વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ.

 આ શાળા શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી શકે તેવું હુંફાળું અને સુમેળભર્યુ વાતાવરણ જળવાય તે માટે અમે જાગૃત છીએ. અમે અમારા વિધાર્થીઓ મૌલિકતાથી, સદૂવિચારો દ્બારા હેતુલક્ષી શિક્ષણ મેળવે તે માટે પ્રોત્સાહિત કરીએ છીએ. દરેક વિધાર્થીઓની વ્યક્તિગત પ્રતિભા ઓળખીને તે બહાર લાવવાનો સઘન પ્રયાસ કરીએ છીએ. અમે એવી કેળવણીના હિમાયતી છીએ કે જે બાળકનું જીવન ઘડતર અને ચારિત્ર્ય ઘડતર કરી તેને શ્રેષ્ઠ નાગરિક બનાવે.

 આ શાળાનાં વિધાર્થીઓની યાદશક્તિ, તર્કશક્તિ, સમજશક્તિ ત્થા સર્જનશક્તિને વિકસાવવા માટે ચોકકસ ટેકનિકસનો ઉપયોગ થાય છે. જેના દ્બારા તે વર્તમાન ટેકનોલોજીના યુગ સાથે તાલમેલ સાધી શકે. ઉપરાંત વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓના સુચારૂ આયોજન દ્બારા વિધાર્થી વિકાસની ઉમદા તકો સાહજિકતાથી સર્જી શકાય.

 ટ્રસ્ટી મંડળ વતી શ્રેષ્ઠ શાળામા આપને આવકારતા હર્ષ અનુભવુ છુ.

પ્રિન્સીપાલશ્રીનો સંદેશ

ભારતીબેન પરસાણિયા

પ્રિન્સીપાલશ્રી,

શ્રીમતી આર. એસ. કાલરિયા પ્રાયમરી સ્કૂલ
ગુજરાતી માધ્યમ
જૂનાગઢ.

Good supervision is the art, of the getting average people of to do superior work.

 બાળકોનો સર્વાગી વિકાસ જેનું ધ્યેય છે. એવી શહેરની એક નામાંકિત સંસ્થાના પ્રિન્સીપાલ તરીકે આપને શાળામાં આવકારૂં છું

  • “અજ્ઞાનતિમિરાન્ઘસ્ય જ્ઞાનાંજનશલાકયા“ પંક્તિ મુજબ બાળકના જીવનને જ્ઞાનરૂપી અજવાળાથી પ્રકાશિત કરવું.
  • આધુનિક ટેકનોલોજીથી બાળકોને વધુ તેજસ્વી બનાવવા.
  • સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃતિઓ દ્બારા કુશળ બનાવવા.
  • બાળકને સમૃધ્ધ અને વિચારશીલ બનાવવા.
  • રમતગમતમાં અગ્રેસર બનાવવા.
  • પર્યાવરણ પ્રત્યે જાગૃત બનાવવા.
  • માણસમાત્ર પ્રત્યે દયા અને પ્રેમભાવ રાખતા કરવા.

 આ શાળા એવા ગુણવત્તાસભર શિક્ષણની હિમાયતી છે જે બાળકના ચારિત્ર્ય નિર્માણમાં મદદરૂપ થાય અને બાળક નૈતિક મૂલ્યો ને સમજતો અને સ્વીકારતો થાય.

 અમે અમારા બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે તેમજ તેમને એક જાગૃત નાગરિક બનાવવા માટે તેમનામાં નેતૃત્વ, કોઠાસુઝ, આત્મસન્માન, આપતિ વ્યવસ્થાપન જેવા ગુણો વિકસે અને તેના દ્બારા તે કોઇપણ મુશ્કેલીનો સામનો નિડરતાથી કરી શકે તવી તાલીમ આપીએ છીએ.

 પ્રાથમિક શિક્ષણએ દરેક બાળક માટે ખૂબ મહત્વનું છે કારણકે તેના દ્બારા જ બાળકને ભાષાજ્ઞાન, અંકજ્ઞાન અને પ્રત્યાયનનું પાયાનું જ્ઞાન મળે છે. તેની સમજણ-શક્તિ વિકસે છે. કાલરીયા સ્કુલમાં અમે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઓળખીને વિવિધ ટેકનીકસ દ્બારા તેને બહાર લાવવા સતત પ્રયત્નશીલ રહીએ છીએ

 અમે આધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિના સથવારે બાળક સારૂં-સ્વસ્થ-આરોગ્યપ્રદ જીવન જીવીશકે તેવું વાતાવરણ પુરું પાડીએ છીએ. બીજા શબ્દોમાં કહીએતો, બાળકના સર્વાગી વિકાસની નેમ દ્બારા અમારા વિધાર્થીઓ “સર્વે ગુણ સંપન્ન“ બને તે રીતે ઘડતર કરીએ છીએ.

 શાળાના પ્રામાણિક કાર્યનિષ્ઠા અને સુસંવાદદીતા ધરાવતા અમારા તાલીમી શિક્ષકો જ વિધાર્થીઓનું ભણતર, ઘડતર અને ચણતર કરવાનું ઉતમ કાર્ય કરે છે. આ માટે વર્ષ દરમ્યાન શિક્ષકોના તાલીમ વર્ગો, જુથ પ્રવૃતિઓ, વિડીયો કોન્ફરન્સ, તજજ્ઞનોના વ્યાખ્યાનો અને ભાષા સજજતા શિબિરનું આયોજન સંસ્થા દ્બારા હાથ ધરવામાં આવે છે.

 કેળવણી અને શિક્ષણ એ માતા-પિતા અને શિક્ષકો દ્બારા આપવામાં આવતી શ્રેષ્ઠ ભેટ છે. હું આપના બાળકના બીજા ઘર જેવી આ શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું.