NCERT એ નકકી કરેલ અભ્યાસક્રમ ત્થા કામના દિવસો અનુસાર આધુનિક ટેકનોલોજી અને ભારતીય સંસ્કૃતિનો સુમેળ સાઘીને વિધાર્થીઓને શિક્ષિત અને દીક્ષિત કરવા, તે દ્બારા પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ લાવવું. આજનો વિધાર્થી આવતી કાલનેા પ્રમાણિક, ગતિશીલ શ્રેષ્ઠ નાગરીક અને તેવું ઉચ્ચ શિક્ષણઆ સંસ્થા તેને આપે વિધાર્થીઓમાં ખેલદિલી, સંઘભાવના, સાહસ, નેતૃત્વ, સહનશીલતા, દ્રઢમનોબળ, એકાગ્રતા જેવા ગુણો ખીલે તેમજ સુદ્રઢ વ્યકતિત્વ વિકસે તેવી તમામ પ્રકારની શિક્ષણેતર પ્રવૃતિઓ માટેની શ્રેષ્ઠ સુવિધા સંસ્થામાં ઉપલબ્ધ થાય જેના દ્બારા અમારા વિધાર્થીઓ નો સર્વાગી વિકાસની દિશા લાયકાતમાં હમેશાં અગ્રેસર રહે.
Vision
શ્રીમતી આર.એસ.કાલરીયા પ્રાયમરી સ્કુલના લોગોમાં એક વિધાર્થી અને વિધાર્થીની અભ્યાસમાં રત છે. જે દર્શાવે છે કે આ સંસ્થા કુમાર અને કન્યાના ભેદભાવ વગર માત્ર વિધાર્થીના માનસિક, ભાવનાત્મક અને કાર્યાત્મક એમ ત્રિપરિમાણીય ઘડતર કરવાનું કામ કરે છે તથા શિસ્ત, નિયમિતતા અને ગુણવત્તાને પ્રતિપાંદિત કરે છે.
Mission
આ શાળામાં અપાતા શિક્ષણનો હેતુ બાળકના કુમળા માનસને એવી માહિતીઓથી ભરવાનેા નથી કે જે બાળક પચાવી ન શકે. અમે એવી કેળવણીના હિમાયતી છીએ કે જે બાળકનુ જીવન ઘડતર અને ચારિત્રય ઘડતર કરી તેને માનવતાવાદી બનાવે. આ શિક્ષણ પાછળનો ખરો હેતુ એક એવું માળખું રચવાનો છે જે ઉમદા અને પરિવર્તનશીલ વિચારો દ્બારા બાળકને તેના ભવિષ્ય અંગેનો નિર્ણય લેવામાં સહાયભૂત થાય. અમારો હેતુ વિધાર્થીનું માનસિક, ભાવનાત્મક અને કાર્યાત્મક એમ ત્રિપરિમાણીય ઘડતર કરવાને છે. આમ બાળક એ વાતથી જાગૃત અને કે દરેક આત્મા સુંદર છે અને તેનો હેતુ પોતાની સુંદર વાણી, વિચાર અને વર્તન વડે પરમ તત્વને પામવાનો છે. અમારી શાળા એવું વાતાવરણ ઉંભુ કરવા માંગે છે કે જયાં તમામને સ્વતંત્રતા અને મોકળાશ મળે. જેમા તેની યોગ્યતા અને મનેાબળનો વિકાસ સાધે અને પોતાની આંતરિક શક્તિઓને સમજે. શાળાનો અભિગમ આધુનિકતાની સાથો સાથ પ્રાચીન, ભારતીય સંસ્કૃતિનાં સત્વ સમના ડહાપણ અને કોઠાસુઝ જેવા નૈતિક મૂલ્યોને મૂર્તિમંત કરવાનો છે.
Goal
શિસ્ત, નિયમિતતા, ગુણવત્તા